
ગણેશ બાવનીનો પરિચય
ગણેશ બાવની ભગવાન શ્રી ગણેશજીની મહિમા, જન્મકથા અને દિવ્ય લીલાઓનું સુંદર વર્ણન કરતી ભક્તિ રચના છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા અને મંગલમૂર્તિ તરીકે પૂજવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં સૌપ્રથમ ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે.
ગણેશ બાવનીના પાઠથી ભક્તિભાવ, શ્રદ્ધા અને મનની શાંતિનો અનુભવ થાય છે. ભક્તો દરરોજ ગણેશ બાવનીનો પાઠ કરીને શ્રી ગણેશજીના આશીર્વાદની પ્રાર્થના કરે છે.
ગણેશ બાવની લિરિક્સ (ગુજરાતીમાં)
મૂળ પ્રણવ સૌનો ૐ કાર, આદ્ય ગજાનન તારણહાર
એની લીલા અપરંપાર, ગુણલાં ગાતાં ન આવે પાર
દેવસભામાં ચર્ચા થાય, પહેલું ભજન કોનું થાય
બ્રહ્માજી તો કરશે ન્યાય, સૌ દેવો તો આવ્યા ત્યાંય
કીધો બ્રહ્માજીએ ન્યાય, પૃથ્વી સાત પ્રદક્ષિણા થાય
લખી પૃથ્વીમાં હરિનું નામ, જીત્યા વિનાયક પુરણ કામ
જેથી પહેલું પૂજન કરો, વિધ્નહરણનું ધ્યાન ધરો
શિવગૌરીના ગુણિયલ બાળ, ભાવે ભજતા ઉતારે પાર
દિવ્ય જન્મ દેવોના હોય, શક્તિ હૈયા બુદ્ધિ ખોય
ગણેશ જન્મની કહું કથાય, મહિમાના શું મૂલ્ય જ થાય
એક સમયે શ્રી ભોળાનાથ, તપ કરવા વિચારે વાત
તપમાં બેઠા ત્રિપુરારિ, દેહ વાત સૌ વિસારી
ઘેર પ્રગટિયા બે ફરજન, ઓખા ને વળી ગજાનન
રોજ મળે છે ભગિની ભાઈ, માના હૈયે હર્ષ ન માય
એક સમે શ્રી પાર્વતી માત, ગણપતિજીને કરે છે વાત
ઘરમાં કરવા બેસું સ્નાન, દ્વાર ઉપર તમે રાખો ધ્યાન
ગણપતિ બેઠા ચોકી કરે, આવી શિવજી નિહાળ્યા કરે
ભૂલી ગયા પુરાણી વાત, મને રોકવા કઈ તાકાત
પિતા પુત્ર કરે છે જંગ, અજબ ગજબનો જામ્યો રંગ
ત્રિશૂળથી ગનશીર છેદાય, સતીના હૈયે મહા દુઃખ થાય
કરો સજીવ મારો બાળ, તમો દયા તણા ભંડાર
ત્યારે શિવજી બોલ્યા વાણ, કરું સજીવન ઊગતાં ભાણ
શિર ગયું ચંદ્રલોકની માંય, બદલે બીજું શિર મુકાય
આવ્યા પ્રભાતે ગજ મહાશય, કાપી કાયા પરશિર મુકાય
વિનાયક તો રમતા થયા, માના મુખ ત્યાં મલકાયા
કાર્તિક સ્વામી મોટા ભાઈ, પૃથ્વી પ્રદક્ષિણા હરીફાઈ
કાર્તિક ગયા બ્રહ્માંડની કોર, ગણપતિ માતાપિતાની દોર
જીત્યા દેવ ગજાનન આજ, સૌ દેવોના એ શિરતાજ
સુંઢાળા દયાળુ હરિ, માતાપિતાની સેવા કરી
મહા સુદ જે ચોથ કહેવાય, ગણપતિની જયંતી ઉજવાય
એક સમય પરશુરામ સંગ, ગણેશજીને થયો મહા જંગ
હરસિધ્ધિ એક દંત ઘવાય, લીલા એની શું ગવાય
મહિમા ગાતા નાઆવે પાર, વંદન કરીએ વારંવાર
ભાદ્ર શુક્લની ચોથ માંહ્ય, દાદા ગણનું સ્થાપન થાય
એકાદશ દિન ગુણ ગવાય, આનંદ મંગલ નિત્ય વરતાય
મોદક ધરાવે પ્રેમથી સહુ, ગુણલા એના શું ગાઉં
મૂષક વાહન ચંચળ મન, કરે સવારી શ્રી ગજાનન
રિદ્ધિ સિદ્ધિ બે છે નાર, બુદ્ધિના પણ એ દાતાર
લક્ષ લાભ બે ગણના બાળ, સેવે એનો બેડો પાર
પામર મતિ મારી કહેવાય, બિંદુ સિંધુ શું ગુણ ગાય
દ્વાદશ નામે સમરે સૌ, મહિમા એનો કેટલો કહું
બાર માસની સંકટ ચોથ, વ્રત થકી પામે છે ઓથ
ગજ વિષ્ણુ ને શંકર દેવ, તેત્રીસ કોટિ કરે છે સેવ
મંગળ સ્મરણ એનું થાય, કાર્યો સઘળાં પુરણ થાય
પધરાવે દુંદાળા દેવ, મુક્તિ આપે અવશ્ય એવ
ખેડૂત બ્રાહ્મણ વેપારી, સહુએ કરી સ્તુતિ તમારી
એવા શુકનવંતા દેવ, મંગળકારી સ્મરણ એવી
આધ્ય પ્રભુ હે ગણપતિ નાથ, દીન દુખીયાને તારો સાથ
તું બેઠો હૈયામાં જ્યાં, નારદ શારદ શેષ છે ત્યાં
ગ્રંથ પુરાણો પ્રકટ કર્યાં, વ્યાસ તણા હૈયે એ ઠર્યા
લખી લખાવી બાવની તેં, નિત્ય પાઠ જે કરતો રહે
વ્રતધારકનાં તવ દુઃખડાં જાય, આનંદ મંગલ નિત્ય વરતાય
આનંદ મંગલ નિત્ય વરતાય
આનંદ મંગલ નિત્ય વરતાય
ગણેશ બાવનીના પાઠનું મહત્વ
- ગણેશજીની ભક્તિ અને આશીર્વાદ મેળવવા માટે ગણેશ બાવનીનો પાઠ કરવામાં આવે છે.
- કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલાં ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે.
- ગણેશજીને વિઘ્નહર્તા અને બુદ્ધિના દાતા માનવામાં આવે છે.
- ગણેશ ચતુર્થીના પર્વ પર ગણેશ બાવનીનું વિશેષ મહત્વ છે.
- ભક્તો બુધવારના દિવસે પણ ગણેશજીની પૂજા અને પાઠ કરે છે.
ગણેશ બાવની વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
1. ગણેશ બાવની શું છે?
ગણેશ બાવની ભગવાન શ્રી ગણેશજીના જન્મ, મહિમા અને દિવ્ય લીલાઓનું વર્ણન કરતી ભક્તિ રચના છે.
2. ગણેશ બાવનીનો પાઠ ક્યારે કરવો જોઈએ?
ગણેશ બાવનીનો પાઠ દરરોજ સવારે અથવા સાંજે ભક્તિભાવથી કરી શકાય છે.
3. ગણેશજીનો પ્રિય દિવસ કયો છે?
બુધવાર ભગવાન ગણેશજીની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે.
4. ગણેશ બાવનીનો પાઠ કરવાથી શું લાભ થાય છે?
ધાર્મિક માન્યતા અનુસાર ગણેશ બાવનીનો પાઠ કરવાથી મનમાં શાંતિ, શ્રદ્ધા અને સકારાત્મક ભાવના વધે છે.
5. ગણેશજીને વિઘ્નહર્તા કેમ કહેવામાં આવે છે?
ભગવાન ગણેશજીને જીવનનાં વિઘ્નો દૂર કરનાર દેવતા માનવામાં આવે છે, તેથી તેમને વિઘ્નહર્તા કહેવામાં આવે છે.
6. ગણેશજીનું વાહન કયું છે?
ભગવાન ગણેશજીનું વાહન મૂષક એટલે કે ઉંદર છે.
7. ગણેશ ચતુર્થી ક્યારે ઉજવવામાં આવે છે?
ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે.
અંતિમ પ્રાર્થના
હે વિઘ્નહર્તા શ્રી ગણેશજી! સૌ ભક્તો પર તમારી કૃપા બનાવી રાખજો. સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મંગળનું આગમન કરજો.
ગણપતિ બાપ્પા મોરયા! 🙏